કડાકા ભડાકા સાથે વરસાદ:ડાંગના સાપુતારા સહિત સુબીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ જામ્યો, વીજળી પડતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

ડાંગ (આહવા)17 દિવસ પહેલા

ડાંગમાં સાપુતારામાં 2 અને સુબીર તાલુકામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુબીર તાલુકાના કડમાળ ગામના મોહનભાઈ પવાર ઝાડ કાપવા ગયા હતા, જ્યાં અચાનક વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. ડાંગ જિલ્લામાં શનિવારે સાંજે 4 વાગ્યેથી રવિવાર સાંજે 4વાગ્યે સુધી 24 કલાકમાં સાપુતારામાં 50 અને સુબીરમાં 33 મીમી. વરસાદ નોંધાયો હતો.

સુબીર તાલુકામાં ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે નદીઓનું સ્તર પણ વધી ગયું હતું. જ્યારે આહવા તાલુકામાં રીમઝીમ વરસાદ નોંધાયો હતો. દિવસના બેવડી ઋતુનું અનુભવ કરતા વરસાદને કારણે સર્વત્ર શીત લહેર વ્યાપી જવા પામી હતી. જ્યારે વઘઈ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. સાપુતારા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ધુમ્મસ વાળા વાતાવરણમાં શનિ - રવિની મઝા માણવા આવેલા પ્રવાસીઓની મઝા બેવડાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...