• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Students Took To The Streets To Stop The Privatization Of Schools In Chikhli And Nadgchond, Held A Rally With Slogans And Petitioned The Collector.

વિદ્યાર્થી-વાલીઓનો હલ્લાબોલ:ચીખલી અને નડગચોંડની શાળાઓનું ખાનગીકરણ રોકવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું

ડાંગ (આહવા)16 દિવસ પહેલા
  • વિદ્યાર્થીઓએ નારેબાજી કરી ખાનગીકરણને પાછું લેવા માંગ કરી
  • મજૂરી કરી જીવતા પરિવાર માટે ખાનગી શાળામાં ફી ભરવી મુશ્કેલ થશે

ડાંગ જિલ્લામાં આવેલી ચીખલી અને નડગચોંડની શાળાને ખાનગી હાથોમાં સોંપતા વિવાદના વાદળો ઘેરા બન્યા હતા. આજે ગુરૂવારે જિલ્લા સેવા સદન સામે વિદ્યાર્થી વાલીઓ અને સામાજિક આગેવાનો દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ નારેબાજી કરી ખાનગીકરણને પાછું લેવા માંગ કરી હતી.

ખાનગી શાળામાં ફી ભરવી મુશ્કેલ થશે
છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા હતા, જેનું આજ દિન સુધી કોઈ પરિણામ ન આવતાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ કલેક્ટર ભાવિન પંડ્યાને આવેદન આપ્યું હતું. આગેવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા જો શાળાને ખાનગી હાથોમાં સોંપવામાં આવે તો મજૂરી કરી જીવતા પરિવાર માટે ખાનગી શાળામાં ફી ભરવી મુશ્કેલ થશે અને બાળક ભણી શકશે નહિ છેવટે મજૂરી માટે જવું પડે એવી પરિસ્થિતિની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...