ગૌરવ:ડાંગની 3 શાળાના છાત્રો રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખોની સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યા

તાજેતરમાં આયોજિત રાજય કક્ષાની ખેલ મહાકુંભની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાની 3 શાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. બીલીઆંબા, ગોંડલવિહીર અને જામનવિહિર પ્રાથમિક શાળા, તથા સ.મા.શાળાના ભાઇઓ અને બહેનોની ટીમે અનુક્રમે અંડર-14, અંડર-17, અંડર-14માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. બીલીઆંબા પ્રાથમિક શાળા અને સ.મા.શાળાના બાળકોએ અમરેલીમાં યોજાયેલી ખો-ખો (ભાઇઓ અને બહેનો ) સ્પર્ધામા ભાગ લીધો હતો. તેમાં ભાઈઓની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોનથી પ્રમાણે ઝોન કક્ષાએથી વિજેતા થયેલી બે ટીમ એમ કરીને કુલ 8 ટીમએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમતમા ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતું. કોચ રસિક પટેલ તથા વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. બીલીઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ અંડર-17 ખો-ખો કે જે રમત ગમત સંકુલ લિંમડી જિ. સુરેન્દ્રનગરમાં યોજાઇ હતી. તેમાં ડાંગ જિલ્લાની ભાઈઓની ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ડાંગ જિલ્લાની ટીમમાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડી જ્યારે સરકારી માધ્યમિક શાળા ગાઢવીના 4 ખેલાડીની પસંદગી થઈ હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્યની ટીમને હાર આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના રાજેશ ગામીત તથા ગાઢવીના રવિન્દ્ર ખૈરડે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમમા પ્રાથમિક શાળાના 5 ખેલાડી, બીલીઆંબાના પ્રાથમિક શાળાના 4 ખેલાડી, અને જામનવિહીર પ્રાથમિક શાળાના 3 ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓએ સિલ્વર મેડલ અપાવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...