ડાંગમાં આદિવાસીઓનો મોટામાં મોટા તહેવાર હોળી છે. અહીં ફાગણ સુદ આઠમથી હોળીના તહેવારનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાગણ સુદ પૂનમે હોળી હોય છે તેને ડાંગના લોકો 'શિમગા' તરીકે ઓળખે છે. ‘શિમગા’ એ હેાળીનું બીજું નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગ પાંચમ સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમાં જ ડાંગીજનો જોવા મળે છે.
ડાંગી આદિવાસી પ્રજા દીવાળી પછી કામ કરવા લાગે છે. પરંતુ સામાન્યતઃ હોળી પહેલાં દસ દિવસ અગાઉથી તે કામ પર જવાનું બંધ કરી દે છે. આઠમથી તે રંગ પાંચમ સુધી મોટા ભાગના લોકો ઢોલના તાલ પર નાચતા હોય છે. ભલે તે પછી પુરૂષ હાય કે સ્ત્રી હોય. હોળીના દિવસે અહીંના લાકો સાંજથી બીજા દિવસ સુધી એટલે કે આખી રાત પણ નાચે છે.
ઘર શણગારવું, ગાવું, ખાવું-પીવું અને નાચગાનની પ્રવૃત્તિઓ થાય છે. હોળીનો તહેવાર ડાંગવાસીઓને સંદેશ આપે છે કે ‘વસંત ઋતુ પૂરી થઈ છે, હવે તું ખેતરના કામે લાગી જા'. ડાંગ પ્રદેશ જંગલમય વિસ્તાર હેાવાથી અહીં લાકડાંની અછત નથી. એટલે ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી મોટી હોળીઓ પ્રગટાવાય છે. આદિવાસી મૂર્હુત જોઈને જ હોળી પ્રગટાવે છે. ડાંગીજન આને ‘હોળીબાઈનું લગ્ન' કહે છે.
હોળી પ્રગટાવતાં પહેલાં ડાંગી સ્ત્રીઓ ગીત ગાઈને ડુંગર માવલીને હોળીબાઈનાં લગ્ન પ્રસંગે હાજર રહેવા વિનંતી કરે છે. ત્યારબાદ બધાં જ સ્ત્રી અને પુરુષો કુંડાળામાં ફરતાં ફરતાં, નાચતાં, ગીતો ગાતાં ગાતાં આખી રાત પસાર કરે છે. આધુનિક સમયમાં પરંપરાગત હોળીના ગીતો વિસરાતા જાય છે. જે ગીતો આજે બચ્યાં છે તે અમુક વિસ્તારો પૂરતાં સીમિત થયા છે. ડાંગમાં આ પ્રકારના ગીતો ગવાતા હોય છે. તેનું એક ઉદાહરણ નીચે મુજબ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.