ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજી પણ સામાજિક કુપ્રથાઓ ઘર કરી છે. ઘણા જાતિ સમુદાયોમા સગીર છોકરા- છોકરીઓના લગ્ન નાની ઉંમરમા કરાવાય છે. જેની માઠી અસર સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. આ બાબતે ડાંગ જિલ્લામા બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જનતાને પહેલ કરાઇ છે.
જિલ્લાના પાંપરપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમા મોટા પ્રમાણમાં વિવિધ સમાજમાં લગ્નો યોજાતા હોય છે. જેમા ખાસ બાળ લગ્નો નહીં થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજીક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર-કન્યા પક્ષના બન્ને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા અંગે જણાવાયુ છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ- 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામજિક દુષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા-દીકરીના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન નહીં થાય તે સમાજમા જરૂરી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યાનુસાર જો તમારા વિસ્તાર, ગામ કે મહોલ્લામાં બાળ-લગ્ન નહીં થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળ લગ્ન થતા જોવા મળે તો તમારી સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્નો અટકાવવા સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એમ.ગોહીલ (નં. 9033- 533586), જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સી.એમ.જોષી (નં. 9428962240), કાનૂની સહ પ્રોબેશન અધિકારી ડી.એમ.વણકર (નં. 9409019694), સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકીય સંભાળ એન.એમ. વણકર (નં. 9428379065) ઉપરાાંત ચાઇલ્ડ લાઇન (નં. 1098), પોલીસ (નં. 100), અભયમ મહિલા હેલ્પ લાઇન (181)નો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.