માંકડાઓનો વધતો જતો ત્રાસ:ડાંગમાં માંકડાનો બાઈક ચાલક પર ગંભીર હુમલો; યુવકને વધુ સારવાર માટે વલસાડ રીફર કરાયો

ડાંગ (આહવા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઘઇ વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નામની જગ્યાએથી થોડા અંતર સુધી જંગલમાં મોટી સંખ્યામાં માંકડાઓ રહે છે. અહીયાથી પસાર થતા પ્રવાસીઓ અને રાહદારીઓ આ માંકડાઓને આવતા જતા ખોરાક આપતા હોવાથી તેઓ સવારથી સાંજ સુધી ટોળાઓમાં માર્ગ પર ટહેલતા રહે છે. જ્યાં માંકડાએ એક યુવાન પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

વધુ સારવાર માટે વલસાડ રીફર કરાયો
વઘઇ વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નામની જગ્યાએથી થોડા અંતર સુધી જંગલમાં મોટી સંખ્યામાં માંકડાઓ માર્ગ ઉપર આવી જાય છે. આ માર્ગ ઘાટ વાળો હોવાથી બાઇક સવારની બાઈક ધીમી પડી જાય છે. પ્રવાસીઓ અને રાહદારીઓ આ માંકડાને આવતા જતા ખોરાક આપતા હોવાથી તેઓ સવારથી સાંજ સુધી ટોળાઓમાં માર્ગ પર ટહેલતા રહે છે. બુધવારે વિસઘોલિયા પાસે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સુકમાળ ગામે રહેતા યુવાન મેહુલ સુરેશ ગામીત બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે તે બાઈક ધીમી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન એક માકડાએ તેના પર હુમલો કરી તેના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેને પ્રથમ વઘઇ સી.એચ.સી ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ઊંડો ઘા જણાતા વધુ સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. ત્યાંથી પણ વધુ સારવાર માટે વલસાડ રીફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...