મન્ડે પોઝિટિવ:વઘઇ શામગહાન સ્ટેટ હાઈવે પર રોલરક્રશ બેરીયર ટેકનોલોજીથી અકસ્માત અટકશે

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે 10 કરોડના ખર્ચે જર્મન ટેકનોલોજીનું ક્રશ બેરીયર લગાડવામાં આવશે

વઘઇ શામગહાન સ્ટેટ હાઈવે પર અકસ્માત ઝોન પર રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી અકસ્માત થતા ખાઇમાં જતા વાહનો હવે અટકી જશે. સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાતા વાહન ચાલકોને રાહત થઈ છે.

ડાંગ જિલ્લામાં તેમજ સાપુતારા ઘાટમાં અવારનવાર વાહનોના અકસ્માત થયા બાદ તેમજ ભારે વાહનોના બ્રેક ફેઇલ થતા વાહનો ડુંગર પરથી ઉડી ખાઈમાં ખાબકે છે. થોડાક દિવસ અગાઉ સાપુતારા ઘાટમાં 50થી વધુ પ્રવાસીઓ ભરેલી ટ્રાવેલર્સ બસ પલ્ટી મારી ગઈ હતી. સાપુતારા ઘાટમાં રોજે રોજ અકસ્માતના બનાવો બને છે.

આ બાબત તે સમયે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીના ધ્યાને આવતા તેમણે આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અક્સમાત રોકવા માટે કરવાની સૂચના આપી હતી. આ યોજનાની શરૂઆત વઘઇ નજીક બારખાંધીયા ફાટક નજીક વળાંકમાં તેમજ જામલા પાડા ગામ નજીક વળાંકમાં આ કામગીરી કરવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ કરાઇ છે
ડાંગના વઘઇ-શામગહાન રોડ પર થતા અકસ્માતોને અટકાવવા માટે નવી જ ટેકનોલોજી રોલર ક્રશ બેરીયરની કામગીરી શરૂ કરાઈ છે. હાલ આ કામગીરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે થઈ રહી છે. થોડીક કામગીરી થયા બાદ આખી ટેકનોલોજીની જાણ થશે. > એસ.આર.પટેલ, અધિકારી માર્ગ મકાન સ્ટેટ હાઈવે, ડાંગ જિલ્લો.

અન્ય સમાચારો પણ છે...