વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ:ડાંગમાં ધોધમાર ખાબકેલા વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ, નાના નાળાં ડુબાણમાં ગયાં, સાપુતારામાં આહ્લાદક નજારો જોવા મળ્યો

ડાંગ (આહવા)4 દિવસ પહેલા
  • હાલ મોન્સુન ફેસ્ટીવલ ચાલી રહ્યો છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટ જણાઈ ​​​​​​

ડાંગ જિલ્લામાં ગુરુવારે રાત્રે વરસાદ શરૂ થતાં શુક્રવારની સાંજથી રાત્રિ સુધી વરસાદે ધોધમાર ઇન્નીંગ રમી હતી. ધોધમાર ખાબકેલા વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે સર્વત્ર પાણી પાણી થતાં નદી-નાળાં છલકી ઉઠ્યાં હતાં અને ખેડૂતો અટકેલી ખેતીમાં જોતરાયા હતા.

હાલ મોન્સુન ફેસ્ટીવલ ચાલી રહ્યો, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટ
રાજ્યના દક્ષિણ છેડે આવેલા ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ત્રણે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સાપુતારા સહિત શામગહાન, ગલકુંડ વિસ્તારમાં વધુ વરસાદ થતાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નાના નાળા ડુબાણમાં ગયા હતા. સાપુતારામાં ધોધમાર વરસાદ પડતાં વાતાવરણ આલ્હાદક બન્યું હતું. હાલ મોન્સુન ફેસ્ટીવલ ચાલી રહ્યો છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટ જણાઈ હતી. પરંતુ આવેલા થોડા ઘણા પ્રવાસીઓએ મૌસમની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...