બદલી:ડાંગ જિલ્લામાં SC-ST સેલનાં DYSP-સુબીર PSIની બદલી

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ અિધકારીઓને માનભેર વિદાય આપવામાં આવી

ડાંગ જિલ્લામાંથી એસ.સી એસ.ટી સેલનાં ડીવાયએસપી અને સુબીર પોલીસ મથકનાં પીએસઆઈની બદલી થતા ડાંગ પોલીસ વિભાગ દ્વારા વિદાય કાર્યક્રમ યોજી વિદાયમાન અર્પણ કર્યુ હતું. રાજયમાં િધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનાં ગૃહવિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તથા પીએસઆઈ કક્ષાનાં અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીપો ચીપ્યો હતો. આ બદલીનાં આદેશોમાં ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા એસસીએસટી સેલનાં નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ગામીતની વિભાગીય પોલીસ અધિકારી તરીકે પાલનપુર બનાસકાંઠામાં બદલી થઈ છે.

જ્યારે સુબીર પોલીસ મથકનાં પીએસઆઈ એસ.જી.વસાવાની નવસારીમાં બદલી થઈ છે. આ બન્ને પોલીસ અધિકારીઓની બદલી થતા ગુરૂવારે ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં વિદાયમાન લઈ રહેલ નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ગામીત તથા પીએસઆઇ એસ.જી.વસાવાને પોલીસ કર્મીઓ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી નોકરીમાં ઉત્તરોતર પ્રગતિની શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...