સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વ-2022ના પ્રારંભ સાથે સાપુતારામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનુ પણ પ્રજાર્પણ કરાશે તે પૂર્વે રંગારંગ ઉદઘાટન પરેડ પણ યોજાશે. આજે મહાનુભાવો જે પ્રકલ્પ પ્રજાર્પણ કરશે તેમા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફી થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. 19મી ઓગસ્ટને જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.