• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Range IG Urged To Be Vigilant Against Usury In Dang; As Many As 70 Cases For Recovery Of Excess Interest Have Been Filed Till Date

લોક દરબાર યોજાયો:ડાંગમાં વ્યાજખોર સામે સતર્ક રહેવા રેન્જ આઈજીની હુંકાર; આજદિન સુધી વધુ વ્યાજ વસુલાત માટેના 70 જેટલા કેસ કરવામાં આવ્યા

ડાંગ (આહવા)16 દિવસ પહેલા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસે પણ સુરત રેન્જ આઈજી પીયૂષ પટેલની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લાની જનતા માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના મંગળ ગાવીત પણ હાજર રહ્યાં હતા.

ડાંગ એ ડુંગરાળ અને આદિવાસી વિસ્તાર હોવાથી અહીંયા બેંક ખૂબ ઓછી છે. બેંકની બ્રાન્ચ પણ નહિવત હોવાથી લોકોએ નાણાંકીય સહાય કરે ધિરાણ માટે ખાનગી સંસ્થા કે અન્ય વ્યક્તિઓ ઉપર નિર્ભર રહેવું પડે છે. 70 ટકાથી વધુ મજૂરવર્ગ હોવાથી ડાંગમાં વ્યાજખોર લોભીયાઓની સંખ્યા વધુ છે. જેમાં અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું પ્રમાણ વધારે છે. જેઓ ગરીબ અને અશિક્ષિત હોવાનો લાભ ઉઠાવી રહ્યાં છે, પરંતુ કોઈ કાયદાકીય માહિતી ન હોવાથી અહિયાંની પ્રજાનું શોષણ થતું આવ્યું છે.

કાયદાથી અજાણ લોકોને કાયદાકીય માહિતી આપવા અને એમાંથી કેવી રીતે બચી શકાય એ માટે કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર અને બેંક ઓફ બરોડાના મેનેજરે બેંક કેવી રીતે મદદરૂપ થઇ શકે એ અંગે જ્યારે ધારાસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીતે રોજગારી યોજના, બેંકેબલ યોજના જેવી અનેક સરકારી સહાય યોજનાની માહિતી આપી હતી.

રેન્જ આઈજીએ કહ્યું કે, જનતાએ કોઈપણ જાતનો ભય રાખ્યા વિના પોતાની ફરિયાદ કરી સરકારના આ અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવા જણાવ્યું હતું. રેન્જ આઈજીએ એ પણ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી વધુ વ્યાજ વસુલાત માટેના 70 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમાં એકજ આરોપી ઉપર એકથી વધુ કેસ નોંધાયા છે.

2021માં ડાંગ જિલ્લાના જંગલમાંથી યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ બાબતે ડાંગ જિલ્લા btp પ્રમુખ નિલેશ ઝાબેર અને બીએસપી પ્રમુખ મહેશ આહિરને તટસ્થ તપાસ કરવા રેન્જ આઈજીને રજૂઆત કરવા જતાં હતાં. દરમિયાન એલ.સી.બીની ટીમે તેમને કાર્યક્રમ સ્થળની બહાર રોક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...