ડાંગમાં વરસાદી માહોલ:ગતરોજ સાંજથી આજ સવાર સુધી ડાંગના અમુક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ

ડાંગ (આહવા)5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. ગત રોજ સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ઝારિયો તો અમુક વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદે દસ્તક દીધી હતી. આજે સવાર સુધી અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા અમુક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ પંથકમાં બપોર બાદ વરસાદે દસ્તક દીધી હતી. અંબિકા,ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...