• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Purushottam Rupala Attacked The Congress And Said Since 32 Years Of BJP Government, The Congress People Say That They Are Talking About The Work Of The Congress, Brother! What Work Speaks?

આહવા ખાતે ભાજપની જાહેરસભા:પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાકહ્યું- 32 વર્ષથી ભાજપની સરકાર છેને કોંગ્રેસવાળા કહે છે કોંગ્રેસનું કામ બોલે છે, ભાઈ! ક્યું કામ બોલે છે?

ડાંગ (આહવા)5 દિવસ પહેલા

ડાંગ જિલ્લામાં પેટા ચૂંટણીમાં ભાજપે 60 હજારની લીડ લીધા બાદ હવે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપા ડાંગનાં ઉમેદવાર વિજયભાઈ પટેલનાં ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આહવાના રંગ ઉપવન ખાતે પ્રચંડ જનમેદનીને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ડાંગ જિલ્લા 173 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ટીમ ગુજરાતના મેદાને ઉતારી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે ડાંગ જિલ્લાના વઘઇ અને સુબીર તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ ઝંઝાવાતી સભાઓ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરી દેશના ઉંચા સ્તરે ડાંગ જિલ્લાને મુકવા સરાહનીય કામગીરી કરી છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ મુક્ત કર્યા બાદ 27 વર્ષથી ભાજપાની સરકાર છે, ત્યારે હવે લોકોને ગુમરાહ કરવા ભાજપે કરેલા વિકાસના ફોટા બતાવી કોંગ્રેસનું કામ બોલે છે. તેવા દૂસપ્રચાર કરી છેતરવા નીકળી પડ્યા છે. તેમણે કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષની લોભામણી જાહેરાતોથી છેતરાયા વગર રાજ્યની ડબલ એન્જિનની સરકારના વિજય પટેલને જંગી મતોથી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો.

શુક્રવારે કેન્દ્રીય કૃષિમંત્રી સહીત સાંસદો ભાજપાના ઉમેદવાર માટે સ્ટાર પ્રચાર તરીકે આવ્યા હતા. શુક્રવારે આહવાના રંગ ઉપવન ખાતે વિશાળ સભાને સંભોધતા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના સાંસદ હીનાબેન ગાંવીતે ડાંગની ઘટાદાર હરિયાળા જંગલોની પ્રશંસા કરી હતી. તેમણે ડાંગ જિલ્લાના આદિવાસી લોકોને જંગલની જાળવણી માટે ધન્યવાદ આપ્યા હતા. આ સભામાં મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ સવિતાબેન જયસ્વાલ, ડો. કે. સી. પટેલ, મંગળ ગાંવિત, દસરથભાઈ પવાર, પ્રવાસી કાર્યકર્તા લક્ષમણભાઇ શાહુજી, વિપુલ મહેતા, દુર્ગેશ તિવારી સહીત મોટી સંખ્યામાં મહાનુભાવો, કાર્યકર્તાઓ, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...