AAPનો વિશાળ રોડ શો:આહવામાં પંજાબના CM ભગવંત માનનો રોડ શો; કહ્યું- કોંગ્રેસ 90 વર્ષની વૃદ્ધ થઈ ગઈ છે તેની પાસે આરામ કરવા સિવાય કોઈ

ડાંગ (આહવા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારમાં રાજ્યભરમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટી દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે આવ્યા હતા. આહવા નગરના ગાંધી બાગથી નીકળેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વધુ મતથી જીતે તે માટે દરેક પાર્ટી દિવસ-રાત પ્રચાર કરી રહી છે. ત્યારે આજે ડાંગના આહવા ખાતે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે આહવાની જનતાને આપને વોટ આપી મફત વીજળી મેળવવા અપીલ કરી હતી.

ભગવંત માને કાફલાને મેઈન બજાર વચ્ચે થોભાવી રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ હવે 90 વર્ષની વૃદ્ધ થઈ ગઈ છે અને તેના પાસે આરામ કરવા સિવાય કોઈ રસ્તો નથી. તો વર્તમાન સરકારને ઈશારો કરતાં હોસ્પિટલ, શિક્ષણ, રસ્તા, ભ્રષ્ટચાર, પેપર ફૂટવા અને પૈસા ACTના મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મદદની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...