હુકમ:દારૂ-નશાયુકત પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ અંગે જાહેરનામુ

આહવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લામાં ચૂંટણીને લઇ વહીવટી તંત્રે કમર કસી
  • ​​​​​​​1 લી થી 8 ડિસેમ્બર સુધી ડ્રાય ડે રાખવાનો હુકમ કરાયો

ડાંગ જિલ્લાની 173-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણી આગામી 1લી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-135 (સી) હેઠળ ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ લોકસભા/વિધાનસભા બેઠક આજુબાજુના વિસ્તારોમાંથી પણ એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ચોરીછૂપીથી ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવાના રહે છે અને મત ગણતરીના દિવસને પણ “ડ્રાય ડે” તરીકે જાહેર કરવા સૂચના અપાયેલ છે. ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ જે.જાડેજા (આઇ.એ.એસ) દ્વારા મુંબઈ નશાબંધી અધિનિયમ-1949ની કલમ-142 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થાય તે પહેલાના 48 કલાકનો સમય એટલે કે,29મી નવેમ્બરના રોજ સાંજના 5 કલાકથી 1લી ડિસેમ્બર સાંજે 5 કલાક સુધી,મતગણતરીનો દિવસ એટલે કે 8મી ડિસેમ્બર (આખો દિવસ) આ “ડ્રાય ડે”ના દિવસોએ જણાવેલ સમય દરમિયાન તમામ વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.1 અને એફ.એલ.2 પરવાનેદાર) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી–2 એએ અને પોપી—2 પરવાનેદાર) એ ઉપર્યુકત દિવસોએ દારૂ કે પોષ ડોડવા વહેંચવા નહી તેમજ વાઈન શોપ અને પોષ ડોડવાના પરવાનેદારોએ આ દિવસો દરમિયાન તેમની દારૂ વેચાણ તેમજ પોષ ડોડવા વેચાણ માટેની દુકાનો બંધ રાખવી.

અન્ય સમાચારો પણ છે...