ડાંગ જિલ્લામાં આવેલા આહવા તાલુકાના ચીખલી ગામે આવેલ સરકારી માધ્યમીક શાળા અને વઘઈમાં નડગચોંડ સરકારી માધ્યમિક શાળાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી હાથોમાં સોંપી દેવાતા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓમાં વિરોધના વંટોળ ઉઠ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ બંને શાળાને 30 વર્ષની મુદ્દત માટે ખાનગી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે. આ અગાઉ પણ ગ્રામજનોએ આંદોલન કરી તાળાબંધી કરી હતી.
વિદ્યાર્થીઓએ નારેબાજી કરી વિરોધ પ્રદશન કર્યું
આ અગાઉ ચીખલી ગામના વાલીઓ ભેગા મળી ખાનગિકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો અને હાલ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે. વિરોધ નોંધાવતા શાળાના વિદ્યાર્થીઓએ નારેબાજી કરી શિક્ષકોના આદેશ કરવા છતાં શાળામાં પ્રવેશ ન કરતા આચાર્ય અને શિક્ષકોએ વિલે મોઢે પરત ફરવું પડ્યું હતું અને હડતાળ પર જવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.