ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બરખાંધિયા ગામે મહારાષ્ટ્ર થી બે એક્ટિવા પર રૂ. 50 હજારનો દારૂની ખેપ મારનાર 4 ઈસમોને મોનીટરીંગ સેલ ગાંધીનગરે દબોચી લઈ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલિસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમી આધારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બારખાંધિયા ગામે પુલ પાસે મહારાષ્ટ્રથી આવતા માર્ગ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે એક્ટિવા પર ચંદ્રેશ ઉર્ફે શની બુધીયા ભાઈ પવાર, રાહુલ છોટુભાઈ યાદવ, મેહુલ નરેશભાઈ નાયકા અને પ્રથમ મોરલિ ગાંગોડા તમામ રહે વઘઈ જી. ડાંગ દારૂ લઈને આવતા હતા. જેમને રોકી તેમની પાસેથી વ્હિસ્કી અને બિયરની નાની મોટી બોટલ સાથે પકડ્યા હતા.
પકડાયેલ વ્યક્તિ પાસે કુલ નંગ 689 જેની કુલ કિંમત રૂ. 49,975 ઝડપીને સાથે મોબાઈલ, રોકડા અને બે મોપેડની કિંમત રૂ. 80 હજાર ગણી ટોટલ રૂ.15,0865 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પકડાયેલા ઈસમે જણાવ્યું હતું કે, આ દારૂ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સૂરગાણા તાલુકાના કુકુનયા ગામે રહેતો કુલી નામના ઈસમે ભરી આપ્યો હતો. આ બનાવ અંગે વઘઈ પોલીસ મથકે સ્ટેટ મોનીટરીંગ સેલના હે.કો. સંદીપ શંકરરાવ એ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કુલી અને સોમનાથ ગાયકવાડને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.