ગ્રામજનોની સમસ્યા યથાવત:વઘઇમાં માર્ગના નવીનીકરણ બાબતે મામલતદારને આવેદનપત્ર; ગ્રામજનો દ્વારા વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ડાંગ (આહવા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઘઇ તાલુકાના કુડકસથી ગીરાબદર અને કોશીમપાતળ ગામને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્મારની હાલતમાં છે. જેથી ગ્રામજનોએ માર્ગના નવીનીકરણ બાબતે અવારનવાર રાજકીય નેતાઓ અને સરકારી નેતાઓને રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો નિકાલ ન આવતાં ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પાકાં રસ્તાની સુવિધા નહીં મળે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ગ્રામજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુડકસ ગામ થઈ ગીરાદાબદર અને કોશીમપાતળ ગામને જોડતો મુખ્ય માર્ગ અંદાજે 5 કિ.મી અંતર ધરાવે છે. આ માર્ગ વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા ગ્રામજનોએ માર્ગનું નવીનીકરણ કરવા અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ વહીવટ તંત્રએ ધ્યાને ન લેતા જેના પગલે ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

વારંવાર રાજકીય નેતાઓ અને સરકારી તંત્રને સમસ્યા અંગે રજૂઆત કરી હતી
આ વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ આ બિસ્માર માર્ગના પગલે ઇમર્જન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ સમયસર ગામમાં પહોંચી શકતી નથી. ગામના સ્થાનિક આગેવાનોએ વારંવાર રાજકીય નેતાઓ અને સરકારી તંત્રને આ સમસ્યા અંગે રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગીરાદાબરના ગ્રામજનોએ આવનાર વિધાનસભાની ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. જ્યારે રાજકીય નેતાઓ ચૂંટણી વખતે વાયદાઓ આપીને જતા રહે છે, ત્યાર બાદ નેતાઓ ગામમાં ફરકતા પણ નથી.

ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
આ વખતે ગ્રામજનો ભેગા મળીને નક્કી કર્યું કે, જ્યાં સુધી અમને પાકા રસ્તાની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને મતદાન કરીશું નહીં તેઓ નિર્ણય લીધો છે. જે અંગે ગામના આગેવાન શંકર પાસયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ વઘઇના મામલતદારને આવેદનપત્ર આપી આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...