AAPમાં રાજકિય ભૂકંપ:ડાંગ જિલ્લામાં 'આપ'ના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા; સ્થાનિક વિધાનસભા સીટની ટિકિટને લઈ નારાજગી

ડાંગ (આહવા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં ત્રણેય પાર્ટીઓના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. આ સમયે આમ આદમી પાર્ટીના માજી પ્રમુખ અને વલસાડ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી અને ડાંગમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મનીષ મારકણા સહીત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતાં. ગતરોજ શુક્રવારે વિધિવત રીતે ડાંગ કોંગ્રેસમાં 'આપ'ના કાર્યકરો જોડાતાં ભારે હલચલ મચી હતી.

કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં હલચલ મચી
વિવિધ પાર્ટીઓની ઉમેદવારની યાદી કરવામાં આવી રહી છે. ત્યારે ટિકિટ મળતાં જ ઉમેદવારમાં ખુશી તો ટિકિટ કપાતાં નારાજગી પણ દેખાઈ રહી છે. હાલ ડાંગ વિધાનસભા 173ની આમ આદમી પાર્ટીની ટિકિટને લઈને 'આપ'ના તમામ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. ગતરોજ શુક્રવારે ડાંગમાં આમ આદમી પાર્ટીના બીજ રોપનાર મનીષ મારકણા કોંગ્રેસમાં વિધિવત રીતે 200થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં હલચલ મચી હતી. કોંગ્રેસના ખેમામાં ખુશી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...