મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ:ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન; 108ના કર્મીઓ દ્વારા મૌન પાળવામાં આવ્યું

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીની કાળજુ કંપાવી નાખતી પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

મોરબી હોનારતમાં મૃત્યુ પમેલા લોકોને શ્રદ્ધાંજલિ
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર-વ-મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહજી જાડેજાની ઉપસ્થિતમાં વહીવટી વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી હોનારતમાં મૃત્યુ પમેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી. આ સાથે જ ડાંગ જિલ્લા પંચાયત, ત્રણેય તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા પણ પોતાની ઓફિસોમાં મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

દિવંગત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના
આ દુઃખદ ઘટનાને પગલે ડાંગ જિલ્લાના EMRI Green Helath service 108ના સ્ટાફ દ્વારા મોરબી ખાતે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરાઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા લોકોનેા સ્વાસ્થ્ય સલામતી માટે પ્રાર્થના કરી હતી. ઉપરાંત દિવંગતોને 2 મિનિટ મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...