વિધાનસભા ચૂંટણી-2022:ડાંગમાં 100 મીટરના વિસ્તારમાં એકત્રિત નહીં થવા બાબતનું જાહેનામું; હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાની 173-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણી આગામી તા. 1/12/2022ના રોજ યોજાનાર છે. જેમા મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમા મતદાન કરી શકે, તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ ન પહોંચાડે તથા અન્ય કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન આચરે તે માટે ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા (આઇ.એ.એસ), તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ ડાંગ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ નીચે મુજબ હુકમ કરેલો છે.

100 મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં
જે મુજબ, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા તા. 01/12/2022ના રોજ ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની વિઘાનસભાની સામાન્ય ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહી, કે મતદાન મથકમા પ્રવેશી શકશે નહી, કે વાહનો લઈ જઈ શકશે નહી કે લાવશે નહીં.

નીચે મુજબનાઓને જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવે છે
આ હુકમમાંથી ચુંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામા આવેલી છે, તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉમેદવારી કરનાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ/એસઆરપી/ હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો. આ તમામ વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામું ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર ઇન્ડિયન પીનલ કોડ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...