નેશનલ ગેમ્સ'ની તારીખમાં ફેરફાર:15મી સપ્ટેમ્બરથી ડાંગ જિલ્લામાં યોજાશે 'નેશનલ ગેમ્સ'; ભારે વરસાદની આગાહીના પગલે તારીખમાં ફેરફાર કરાયો

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 36મી નેશનલ ગેમ યોજાવાની છે. ગુજરાતનાં સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સમય સ્ટેટ બનવા જઈ રહ્યું છે, ત્યારે દિવ્ય ભાસ્કર આપને સમગ્ર નેશનલ ગેમ્સ અંગેની માહિતી આપી રહ્યું છે. કયાં કયાં શહેરોમાં કઈ કઈ રમતો યોજાશે. ત્યારે નેશનલ ગેમ્સની તારીખમાં ભારે વરસાદની આગાહીને પગલે ફેરફાર થવા પામ્યાં છે.

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહીને પગલે તારીખ 12મી સપ્ટેમ્બર, 2022થી દેશભરમા શરૂ થઈ રહેલી '36મી નેશનલ ગેમ્સ'ના કાર્યક્રમો અને રમત સ્પર્ધાઓ, સાઉથ ગુજરાતમાં તા. 15થી 19 સપ્ટેમ્બર, 2022 દરમિયાન યોજવાનું નક્કી કરાયુ છે. ડાંગના નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિતના જણાવ્યાનુસાર, હવે ડાંગ જિલ્લામા પણ તા.12 સપ્ટેમ્બરના બદલે હવે, તા. 15થી 19 સપ્ટેમ્બર, 2022 દરમિયાન 'નેશનલ ગેમ્સ'ના કાર્યક્રમો તથા સ્પર્ધાઓ યોજાશે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...