ધોધમાર વરસાદ:ડાંગમાં સોમવારે વરસાદ, 5 માર્ગ પર પાણી ફરી વળતા 9 ગામ પ્રભાવિત

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગમાં ધીમી ધારનો વરસાદ પડતા કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા. - Divya Bhaskar
ડાંગમાં ધીમી ધારનો વરસાદ પડતા કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા.
  • કુતરનાચ્યા, વાંગણ, ચવડવેલ, ગાયખાસ, ધૂલચોંડ વગેરે ગામોમાં અસર

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે દિવસ દરમિયાન ધીમી ધારનો વરસાદ નોંધાયો છતાં પણ જિલ્લાનાં 5 માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા 9 ગામ પ્રભાવિત થયા હતા.ડાંગ જિલ્લાનાં આહવા અને સાપુતારા પંથકમાં ગતરોજ રવિવારે ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબીર અને વઘઇ પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ડાંગના ગામડામાં સોમવારે ધીમીધારનો વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઇ હતી. સોમવારે પડેલ ધીમી ધારનાં વરસાદનાં પગલે જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો. ડાંગમાં ધીમી ધારના વરસાદમાં પણ નિચાણવાળા 5 કોઝવેકમ પુલો પરથી પાણી ફરી વળતા 9 ગામડા પ્રભાવિત થયા હતા.

સોમવારે વરસાદી માહોલમાં વઘઈ તાલુકાનાં નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ અને માછળી-ચીખલા-દિવડયાવન રોડ સહિત આહવા તાલુકાનાં સતી-વાંગણ-કૂતરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ અને ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ યાતાયાત માટે બંધ થયા છે. આ માર્ગો બંધ થવાથી વઘઈ તાલુકાનાં કુમારબંધ, બોરદહાડ,અને ચીખલદા ગામો પ્રભાવિત થયા છે.

જયારે આહવા તાલુકાનાં કુતરનાચ્યા, વાંગણ, ચવડવેલ, ગાયખાસ, ધૂલચોંડ અને આમસરવલણ ગામો પ્રભાવિત થતા જનજીવન સહિત પશુપાલનને અગવડતા વેઠવી પડી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 6 મિમી, વઘઇમાં 2 મિમી, સુબીરમાં 9 મિમી, જ્યારે સાપુતારામાં 13 મિમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...