ચોર ગેંગ શહેરી વિસ્તારને છોડી હવે ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધઇ બરોડા બેંકના મેનેજર મયંક પાંડેએ પહેલા સીસીટીવી કેમેરામાં જોઈ ચોરના પહેરવેશને ઓળખી વધઇના ભર બજારમાં જાતે શોધવા નીકળી પડ્યા હતા. આ ચોરને ઝડપી પાડતા પ્રજાએ બરોડા બેંકના મેનેજર મયંક પાંડેની કામગીરીને બિરદાવી હતી.
મળતી માહિતી મુજબ વધઇની બરોડા બેંકમાં એક વયોવૃદ્ધ પૈસા જમા કરાવવા માટે લાઈનમાં ઉભો હતો. તે દરમિયાન એક ચોરે આદિવાસી વયોવૃદ્ધ બરોડા બેન્કના ગ્રાહક ગોંડ દશરુભાઈની બેગમાંથી ૩૦૦૦ રૂપિયા બેગમાંથી ચોરે કાઢી લેતાં તેના પર આભ તૂટી પડ્યું હતું. આમં તેમ તપાસ હાથ ધરતાં ન મળતાં અને પૈસાની ચોરી થઈ છેની જાણ થતાં તાત્કાલિક આ વયોવૃદ્ધે બેંકના મેનેજર મયંક પાંડેને જણાવ્યું હતું. કે મારા પૈસા કોઈકે મારી બેગમાંથી ચોરી કર્યા છે અને પૈસા મારી બેગમાં નથી. જેને લઇને મેનેજરે તરત જ બેંકના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતાં આદિવાસી વયોવૃદ્ધની બેગમાંથી પૈસા ચોરી કરનાર ચોરની કરતુત સામે આવી ગઈ હતી. જેથી તાત્કાલિક વધઇ બરોડા બેન્કમાં ફરજ બજાવતા બ્રાન્ચ મેનેજર મયંક પાંડે અને ક્લાર્ક પ્રતિક ચૌધરી આદિવાસી વયોવૃદ્ધના મહેનતના પૈસા ફરી મળી જાય તે માટે બુધવારના બજારમાં બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરને પહેરવેશથી ઓળખી ચોરને ઝડપવા જાતે નીકળ્યા હતા.
સમય સૂચકતાને કારણે બેન્કમાંથી આદિવાસી વયોવૃદ્ધની બેગમાંથી ભીડની વચ્ચેથી પૈસાની ચોરી કરતાં એમ.પીના ચોરને તાત્કાલિક ભર બજારમાંથી અને અંબા માતાજીના મંદિર નજીકથી ઝડપી પાડી મેનેજરે અને ક્લાર્કે બરોડા બેંકમાં આ ચોરને લઈ આવી વધઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી આ ઘટનાને લઈને વધઇ પોલીસ તાત્કાલિક બરોડા બેંક પહોંચતાં બેન્કમાં ચોરી કરવા આવેલા શખ્સને ઝડપી જેલના હવાલે કર્યો હતો.
આમ વધઇ બરોડા બેન્કના મેનેજર મયંક પાંડે અને ક્લાર્ક પ્રતિક ચૌધરીના પ્રયાસથી આદિવાસી વયોવૃદ્ધના 3000 રૂપિયા ફરી મળતા આદિવાસી વયોવૃદ્ધે બેંકના મેનેજરનો ખુબ ખુબ આભાર માન્યો હતો. વધઇ બરોડા બેન્કમાં આદિવાસી વયોવૃદ્ધની બેગમાંથી પૈસાની ચોરી થતાં તાત્કાલિક પોતે બેંકના મેનેજર ભર બજારમાં ચોરને ઝડપવા નીકળી પડતાં લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.