કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ભાજપના રાજમાં દારૂ સસ્તો અને ખાવાનું તેલ મોંઘુ થયું છે

આહવા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાંગ કોંગ્રેસે આહવામાં મોંઘવારી અને જીએસટી મુદ્દે દેખાવો કર્યા હતા. - Divya Bhaskar
ડાંગ કોંગ્રેસે આહવામાં મોંઘવારી અને જીએસટી મુદ્દે દેખાવો કર્યા હતા.
  • આહવા આંબાપાડા સર્કલે ડાંગ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેફામ વધતી મોંઘવારી અને જીએસટીનાં વિરોધમાં આહવામાં વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતું. શુક્રવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા આંબાપાડા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આહવા આંબાપાડા ફુવારા સર્કલ ખાતે કોંગીજનો મોટી સંખ્યામાં ભેગા થઇને સરકાર દ્વારા કરવામાં આવેલી મોંઘવારી સામે બાયો ચઢાવી હતી.

ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથગાડી લઈને તેના પર ગેસનો સિલિન્ડર, તેલના ડબ્બા લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા કોંગીના આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે જણાવ્યું હતુ કે આ સરકારનાં રાજમાં મોંઘવારી આસમાને પહોંચી છે. તેનો સીધો ભાર ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવાર પડી રહ્યો છે.

આજે ભાજપ સરકારનાં રાજમાં દારૂનો ભાવ સસ્તો છે અને ખાવાનું તેલ મોંઘુ થયુ છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, એઆઇસીસી ડાંગનાં પ્રભારી મહેરદીનખાન, ડાંગ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મુકેશ પટેલ, મોહન ભોંયે, ડાંગ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, યુવા પ્રમુખ રાકેશ પવાર, હરીશ ચૌધરી,ગમન ભોયે,લતાબેન ભોયે સહિતનાં આગેવાનોએ ઉપસ્થિત રહી મોંઘવારી અને જીએસટીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...