દીપડાનું મૃતદેહ મળ્યો:ડાંગના ઘોઘલી ઘાટના જંગલમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળી અવ્યો, વન વિભાગમાં દોડધામ મચી જવા પામી

ડાંગ (આહવા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં અવારનવાર દીપડા જોવા મળી રહ્યા છે. 2 મહિના અગાઉ સાપુતારામાં દિવસે ધોળાદિવસે શ્વાનના શિકાર કરતા નજરે પડ્યો હતો. તે સિવાય પણ ઘણી જગ્યાએ દીપડા જોવા મળી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ આહવાના દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના જંગલ વિસ્તારમાં દીપડી તેના બચ્ચા સાથે વિહરણ કરતી હોવાનું સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ત્યારબાદ આજરોજ આહવા વઘઇ માર્ગ સ્થિત ઘોઘલી જંગલ વિસ્તારમાં એક દીપડીનું એક બચ્ચું શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવતા વન વિભાગ ઘટના સ્થળે ધસી જઈ મૃત બચ્ચાનો મૃતદેહ કબજે કરી પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી. હાલ કેટલાક સમયથી લોકો જંગલ વિસ્તારમાં કુમળા વાંસ અને જંગલી ભાજી લેવા બેરોકટોક દિવસ રાત ફરતા હોય વન્ય પ્રાણી ઓને ખલેલ પહોંચે છે. ત્યારે મૃત દીપડીનું બચ્ચું ક્યાં કારણોસર મરણ થયું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.

અન્ય સમાચારો પણ છે...