વાહનચાલકો મુશ્કેલીમાં:સાપુતારા માર્ગે મોડી સાંજે ભેખડો ફરી ધસી પડતા ટ્રાફિક અવરોધાયો

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો

ડાંગ જિલ્લામાં થઇ રહેલા ભારે વરસાદને પગલે ગિરિમથક સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં મોડી સાંજે પણ ભેખડોની સાથે માટી મલબો ધસીને રોડ પર આવી જતા ટ્રાફિક અવરોધાયો છે. જેને પગલે વઘઈથી સાપુતારા જતા વાહનચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા-હથગઢ થઈને સાપુતારા જવા તથા નાસિકથી વઘઈ તરફ આવતા વાહનચાલકોને હથગઢ-સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમાં માટી, પથ્થરો, વૃક્ષ વગેરે ધરાશાયી થતા આ માર્ગને પુનઃ પૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રનાં લાશ્કરો કામે લાગ્યા છે. વાહનચાલકો મુશ્કેલીમાં નહીં મૂકાઈ તે માટે ઉક્ત સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...