• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Lack Of Transport Facilities In Dang Forces Locals To Transport Dangerously; A Distance Of 4 5 Km Has To Be Covered To Reach The Station

આ મુસાફરી જીવ લેશે:ડાંગમાં ટ્રાન્સપોર્ટની સુવિધાઓના અભાવે સ્થાનિકો જોખમી રીતે પરિવહન કરવા મજબૂર; સ્ટેશન જવા 4-5 કિમીનું અંતર કાપવુ પડે છે

ડાંગ (આહવા)14 દિવસ પહેલા

ડાંગ જિલ્લો એક વધુ આદિવાસી વસતિ ધરાવતો જિલ્લો છે. જ્યાં મોટા ભાગના લોકો મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. એવા ઘણા ગામો છે જ્યાં હજી સુધી રાજ્ય ટ્રાન્સપોર્ટની સુવિધાઓ મળતી નથી. આજે ભારતમાં આઝાદીના 75 વર્ષ ઊજવામાં આવી રહ્યા છે. દુનિયા હરણફાળ ભરી રહી છે. આધુનિક યુગનો માનવી વધુ આધુનિક બનતો જાય છે. ત્યારે ડાંગની સ્થિતિ વિપરીત છે.

ડાંગ જિલ્લામાં મોટા ભાગના લોકો ચાલીને નજીકના બસ સ્ટોપ સુધી જવું પડે છે. કેટલાક ગામોમાં 4-5 કિમીનું અંતર કાપી વિદ્યાર્થીઓએ આવવું પડે છે. ત્યારે કેટલાક લોકો જીવના જોખમે ગાડી પર બેસી કે લટકીને મુસાફરી કરે છે. જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? તંત્ર, ગાડી માલિક કે મુસાફર પોતે? સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેમના ગામ નજીક એક બસની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને તેમને આ પ્રમાણે જોખમી મુસાફરી ન કરવી પડે.

અન્ય સમાચારો પણ છે...