ધરણાં પ્રદર્શન:ડાંગમાં લઘુતમ વેતન માટે મજૂર સંઘે કલેક્ટરને આવેદન આપ્યો, માંગણી ના સંતોષાય તો સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરશે

ડાંગ (આહવા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગના મોટા ભાગના પરિવારો ડાંગમાં રોજગારીના અભાવે રોજીરોટી કમાવવા માટે રાજ્ય સહિત બીજા રાજ્યોમાં જાય છે. જેમાં દાડમ કટિંગ માટે કચ્છ અને શેરડી કટિંગ માટે ગુજરાત સહિત મહારાષ્ટ્રના વિવિઘ જિલ્લાઓમાં જવું સામાન્ય છે.

ડાંગ જિલ્લાના મજદૂર અધિકાર મંચ દ્વારા શેરડી કટિંગ ના કરતા મજૂરોના લઘુતમ વેતન સહિત વિવિધ માંગણીઓને લઈને જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ધરણાં પ્રદર્શન કરી કલેટરને આવેદન આપ્યું હતું. આ સાથે તેઓએ ટન દીઠ 476 રૂપિયા લઘુતમ વેતન ડ્રાફ્ટ નોટીફિકેશનને સીઝન શરૂ થતાં પેહલા લાગું કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવે તે જરૂરી છે.

આ ધરણાં પ્રદર્શનમાં વિવિધ માંગોના સૂત્રો બેનર સાથે ગાંધીબાગ આહવા પાસે પ્રદર્શન કર્યું હતું. અને પોતાના ઉપર થતાં સામૂહિક શોષણ વિરૂધ્ધ આવનારી ચૂંટણીમાં સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરશે અને આંદોલનને વધુ વેગવંતુ બનાવશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...