વરસાદી માહોલ જામ્યો:વરસાદની મોજ માણવા રવિવારે સાપુતારામાં પ્રવાસીઓનું કિડીયારૂ

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલનાં પગલે જોવાલાયક સ્થળોની ગિરીકન્દ્રાઓ પુરબહારમાં ખીલી ઉઠી છે. ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજાઓમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

સાપુતારા ખાતે શનિ-રવિમાં પ્રવાસીઓની ચિક્કાર ભીડનાં પગલે તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને લારીગલ્લા પર હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણની મોજ માણવા મોટી સંખ્યામાં પ્રવાસી વાહનોનો કાફલો ઉમટી પડતા શામગહાનથી સાપુતારાને જોડતા ઘાટમાર્ગ સહિત સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી હતી.

રવિવારે સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસી વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા પાર્કિંગની અરાજકતા ઉભી થઇ હતી. સાપુતારા ખાતે પાર્કિંગની અરાજકતા ઉભી થતા પ્રવાસીઓએ માર્ગની સાઈડમાં વાહનો પાર્કિંગ કરતા લાંબી કતારો જોવા મળી હતી. રવિવારે ધોધમાર વરસાદી માહોલ અને ગાઢ ધૂમમ્સીયા વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓએ ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ, બોટીંગ,રોપવે સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવીટીઓનો આસ્વાદ માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...