કપિરાજ​​​​​​​નો આંતક:આહવામાં કપિરાજ ઘુચી આવતા અફરાતફરી સર્જાઈ, RFOની ટીમે પકડી જંગલ છોડી મૂક્તા લોકોમાં રાહત

ડાંગ (આહવા)14 દિવસ પહેલા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ રેંજ વિસ્તારમાં આવતા આંબાળ્યા ગામમાં શનિવાર બપોરથી જંગલ વિસ્તારમાંથી કપિરાજ ગામમાં ઘુસી આવત ભારે ત્રાસ કર્યો હતો. તેથી ગ્રામ જનોએ તાત્કાલિક ગલકુંડ રેંજના RFOને ઘટનાની જાણ કરતા વનવિભાગની ટીમ આંબાળ્યા ગામે આવી હતી. અડધો કલાકની જહેમત બાદ કપિરાજ પકડમાં ન આવતા રાત્રિનો સમય હોવાથી વનવિભાગની ટીમ ફરી ગઈ હતી.

બાળકો, મહિલામાં ભયનો માહોલ સર્જાયો હતા
રાત્રિના સમયે લગભગ 1:30ના અરસામાં કપિરાજ દેવરામભાઈ ગવળીના ઘરમાં ભરાઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આખી રાત પરિવારે ભય સાથે વિતાવી હતી. રવિવાર સવારે કપિરાજ ન દેખાતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ બપોર પછી ફરી દસ્તક દેતા બાળકો, મહિલામાં ભયનો માહોલ સર્જાયો હતો. કારણકે બાળકો અને મહિલાને જોતા જોર જોરથી આવાજ કરી તે લોકો તરફ દોડી જતો હતો.

કપિરાજ​​​​​​​ને પકડી જંગલ છોડી મૂકાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
​​​​​​​આ ઘટનામાં એક બાળક અને મહિલા પર કપિરાજે હુમલો કર્યો હતો. સોમવારે સવારે ફરી કપિરાજે અફરાતફરી સર્જતા ગ્રામ જનોએ RFO ગલકુંડને ફોન કરતા ટીમ આંબાળ્યા ગામે પોહંચી હતી અને ગ્રામજનો સાથે મળીને કપિરાજ​​​​​​​ને પકડી કાંચનઘાટના જંગલ છોડી મૂકાતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...