ઓનલાઈન અરજી:સાપુતારાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-6ની પ્રવેશ પરીક્ષા

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રો 31મી જાન્યુ. સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય-સાપુતારા, જિ. ડાંગમાં ધોરણ-6 (છ)મા શૈક્ષણિક વર્ષ 2023-24મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા આયોજિત કરવામા આવી છે. આ પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન અરજીપત્ર ભરવા માટે www.navodaya.gov.in અને https://cbseitms.rci l.gov.in/nvs પર જઇ, અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી અરજી પત્રક ભરી શકશે. આ માટે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-5 (પાંચ)મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

વિદ્યાર્થી ડાંગ જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્ય શાળામા અભ્યાસ કરતો હોવો જોઈએ. તથા વિદ્યાર્થીના વાલીનુ રહેઠાણ પણ ડાંગ જિલ્લાનું જ હોવું જરૂરી છે. ઓનલાઈન અરજીપત્ર ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામા આવી નથી. જવાહર નવોદય વિદ્યાલય-સાપુતારા, જિ.ડાંગમાં અરજીપત્રની હાર્ડ કોપી જમા કરાવવાની પણ જરૂર નથી.

આ અંગેની અન્ય માહિતી કે માર્ગદર્શન માટે www. navodaya.gov.in અને https://navodaya. gov .in/nvs/ nvs- school/D ANG/ en/ about_us/Abou t-JNV/ વેબસાઈટનો ઉપયોગ કરવા તથા શાળાના ફોન નં. 02631-237280 ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, જે વાલીઓ તથા શિક્ષકો ફોર્મ ભરીને વિદ્યાલયમાં જમા કરાવે છે,

અન્ય સમાચારો પણ છે...