વિરોધ:ડાંગ જિલ્લાનાં વનરક્ષકો-વનપાલ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ માંગણીઓના િનરાકરણ માટે ડીસીએફને આવેદન

ડાંગ જિલ્લાનાં ઉત્તર અને દક્ષિણ વનવિભાગનાં વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ડાંગનાં જંગલો અને વન્યજીવોની સુરક્ષા ધણીઘોરી વગરની થઈ છે. ડાંગ જિલ્લો વનસંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે. ડાંગ જિલ્લામાં જ્યાં પણ નજર નાંખો ત્યાં માત્રને માત્ર વનસંપદાનો નજારો જોવા મળી રહે છે. ડાંગ જિલ્લાનાં જંગલોમાં વર્ષોથી કલ્પવૃક્ષ તરીકે ઓળખાતુ ઇમારતી સાગનાં વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગ જિલ્લામાં વનો સહિત વન્ય જીવોનાં સંવર્ધન અને જતન માટે દક્ષિણ અને ઉત્તર વન વિભાગનાં ડિવિઝનો કાર્યરત છે.

ડાંગના દક્ષિણ વન વિભાગ આહવા ડિવિઝન અને ઉત્તર વન વિભાગ આહવા ડિવિઝનમાં કુલ 16 રેંજ કચેરીમાં અસંખ્ય વનરક્ષકો, વનપાલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. ડાંગમાં ઇમારતી જંગલો સહિત વન્ય જીવોનું રાત દિવસ રક્ષણ કરતા વર્ગ-3નાં કર્મચારીઓ દ્વારા અગાઉ પણ ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીનાં ઉકેલ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને જે તે સમયે સરકારને સંબોધીને વિવિધ પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે જિલ્લામાં ડી.સી.એફ.કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વનોનાં જાળવણીમાં અમૂલ્ય યોગદાન આપી રહેલા વનકર્મીઓનાં પડતર પ્રશ્નો બાબતે રાજય સરકાર દ્વારા આજદિન સુધીમાં કોઈ પણ હકારાત્મક ઉકેલ નહીં આપતા આ તમામ વર્ગ-3નાં વનકર્મીઓ ગતરોજથી રજા રિપોર્ટ મૂકી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયાનું જાણવા મળી રહ્યુ છે.

ડાંગ જિલ્લામાં પણ ઉત્તર અને દક્ષિણ વન વિભાગ મળી 16 રેંજનાં વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ડાંગની ઇમારતી સંપદા સહિત વન્યજીવોની સુરક્ષા ધણીધોરી વગરની થઈ ગઈ છે. ડાંગ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ રેંજ કચેરીઓમાં લાગુ જંગલ વિસ્તારમાંથી થતી ઇમારતી લાકડાની તસ્કરીને અટકાવવા માટે વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓની અહમ ભૂમિકા રહી છે.

અન્ય સમાચારો પણ છે...