વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે ભાજપે ડાંગ 173 બેઠકના વિધાનસભા બેઠકના ઉમેદવાર વિજય પટેલના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો છે. ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિતના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ વઘઇ ખાતે કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે હોદ્દેદારોએ વિજયભાઈ પટેલને વિધાનસભાની ફરી ટિકિટ મળતા કાર્યકરોએ આ વખતે ફરી ભાજપને જંગી લીડથી ચૂંટી કાઢવા નિર્ધાર કર્યો હતો. જ્યારે વિજય પટેલે કાર્યકરોને લોક સંપર્ક અને પ્રચાર પ્રસારમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લક્ષમણ શાહુજી, ઇન્ચાર્જ પ્રવાસી કાર્યકર્તા,વિપુલ મહેતા ઇન્ચાર્જ પ્રવાસી કાર્યકર્તા, ગોવિંદા યાલ્લપા ગુંજાલકર પ્રવાસી કાર્યકર્તા, મહામંત્રી કિશોર ગાવિત, હરીરામ સાવંત, ઉપપ્રમુખ રંજીતા પટેલ, ધર્મેશ પટેલ,સુભાષ ગાઈન, દિનેશ ભોયે, સહિત વઘઇ તાલુકાના ભાજપના હોદ્દેદારો, મહિલા મોરચો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.