• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • In Waghai Taluk Of Dang, The Overall Quality Will Be Significantly Improved With The Help Of Technology, Initiative Of Social Organizations.

ઘરઆંગણે આધુનીક સારવાર:ડાંગના વઘઈ તાલુકામાં સામાજીક સંસ્થાઓની પહેલ, ટેકનોલોજીની મદદથી એકંદરે ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે

ડાંગ (આહવા)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન અને ગ્રામ સેવા ટ્રસ્ટે ભેગા મળીને આરોગ્ય સેવા આપવાની શરૂઆત કરી
  • અમેરિકા સ્થિત સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર ઇવોલ્કો પ્રોજેક્ટની ટેકનોલોજી પાર્ટનર હશે
  • કે.આર.એસ.એફ પ્રત્યેક ગામ માટે એક એમ 25 આરોગ્ય કાર્યકરોને ભંડોળ પૂરું પાડશે

ડાંગ જિલ્લામાં આવેલા ખૂબ જ અંતરિયાળ આદિવાસી વસતી ધરાવતા ગામડાંમાં 25 ગામડાંમાં ટેલિમેડિસિન સેવાથી ગ્રામ્ય લોકોને ટેકનોલોજીની મદદથી અદ્યતન આરોગ્ય સેવા મળી છે. ડાંગ જિલ્લામાં પણ ઘરઆંગણે તબીબી સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી અમદાવાદ સ્થિત સંસ્થા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (કેઆરએસએફ)એ અત્યાધુનિક ટેલિમેડિસિન કાર્યક્રમ શરૂ કરવા માટે નવસારી જિલ્લાના ખારેલ ગામમાં આવેલી એનજીઓ ગ્રામ સેવા ટ્રસ્ટ (જીએસટી) સાથે સહયોગ સાધ્યો છે. ટેકનોલોજી પાર્ટનર તરીકે અમેરિકા સ્થિત સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર ઇવોલ્કોના સહયોગમાં ગુરુવારના રોજ આ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો હતો. જેને પગલે ડાંગ જિલ્લાના વિવિધ તાલુકામાં આરોગ્યસેવાઓ પૂરી પાડનારી સિસ્ટમની એકંદર ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

મહિને લગભગ 3,000થી 4,000 દર્દીઓને સેવા મળે છે
કે.આર.એસ.એફના અધ્યક્ષ ઉદય દેસાઇએ જણાવ્યું હતું કે, ગ્રામ સેવા ટ્રસ્ટ આ 25 ગામડામાં દર મહિને લગભગ 3,000થી 4,000 દર્દીઓને સેવા પૂરી પાડે છે. આ ટેલિમેડિસિન પ્રોગ્રામનું અમલીકરણ શરૂ થયાં પછી અમને અપેક્ષા છે કે, આગામી કેટલાક મહિનાઓમાં જ આ આંકડો બમણો થઈ જશે. નવી અને પરિવર્તનકારી ટેકનોલોજીઓએ બ્લડ પ્રેશર મોનિટર, ઑક્સિમીટર અને ઇકોકાર્ડિયોગ્રામ વગેરે જેવા તબીબી ક્ષેત્રના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું કદ ઘટાડવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. વળી, આ ઉપકરણો યુઝર ફ્રેન્ડલી હોવાથી સામાન્ય વ્યક્તિ પણ તાપમાન, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારાનો દર, ઑક્સિજનનું સ્તર, ગ્લુકોઝનું સ્તર વગેરે જેવા વાઇટલ્સને ખૂબ જ સુગમતા અને સરળતાથી ઘરે માપી શકે છે.

દર્દીઓનું નિરીક્ષણ અને કન્સલ્ટિંગ શક્ય બન્યું
ગ્રામ સેવા ટ્રસ્ટ ડાંગ જિલ્લાના લોકોને સાર્વત્રિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. જીએસટીના ટ્રસ્ટી ડૉ. અશ્વિન શાહે જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે, ગ્રામ્ય વિસ્તારના હેલ્થકૅર સેક્ટરમાં ટેલિમેડિસિનની મદદથી દર્દીઓનું નિરીક્ષણ અને કન્સલ્ટિંગ શક્ય બનવાથી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આરોગ્યસેવાઓ પૂરી પાડનારી સિસ્ટમની એકંદર ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

અન્ય સમાચારો પણ છે...