ડાંગમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આકાશી આફત બનીને વર્ષી રહ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે.
આજે સવાર દરમિયાનના વાવાઝોડાએ સાપુતારા ખાતે યોજાનારા જગદગુરુ નરેંદ્રાચાર્યજી મહારાજનો પાદુક દર્શન કાર્યક્રમ માટે બાંધેલો મંડપને ઉડાડ્યો હતો. ભારે પવને આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો. ખેડૂતો તરફથી મળતી વિગતો પ્રમાણે જો હજી વાવાઝોડા સાથે વરસાદ આવશે તો બાગાયતી પાક કેરી, સ્ટ્રોબેરી, ડુંગળી સહિતની શાકભાજીને ભારે નુકશાન થશે અને માથે હાથ દેવાનો વારો આવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 18 માર્ચ સુધી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં ફરી શિયાળા જેવો માહોલ સર્જાયો છે. સાથે સાથે સાપુતારાનુ વાતાવરણ આલ્હાદક બનતા પ્રવાસીઓએ મૌસમની મઝા માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.