યોજનાઓ માત્ર કાગળ પર જ:ડાંગ જિલ્લાના ઇસખંડી ગામમાં સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ અટકીને રહી ગઈ

ડાંગ (આહવા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના ઇસખંડી ગામના લોકો જણાવી રહ્યા છે કે પાણી પુરવઠા જૂથ યોજનાની લાઈન પડી ભાંગી છે અને મીની પાઇપલાઇન બનાવવામાં આવી છે. તેને ચાર વર્ષ થવા આવ્યા છે, હજુ સુધી લોકોએ પાણી નથી જોયું કોઈક જગ્યાએ તો ચકલી પણ ગોઠવવામાં આવી હતી નહીં. કોન્ટ્રાક્ટરે અધૂરું જ કામ કરી અને ભાગી ગયેલ હોય તેવા આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે. સરકાર દ્વારા પાણીના સમસ્યાનો નિકાલ લાવવા માટે બે- બે યોજનાઓ ઇસખંડી ગામને ફાળવી તો દીધી પણ ગ્રાઉન્ડ લેવલે તેની વેઠ ઉતારી અને ભ્રષ્ટાચાર આચારવામાં કોન્ટ્રાક્ટરે કોઈ જ કસર છોડી નથી. જેથી લોકોનાં ઘર સુધી પીવાનું પાણી પહોંચી નથી રહ્યું અને લોકો પાણી માટે કૂવા ઉપર લાઈન લગાવી પાણી ભરાવા માટે વલખા મારી રહ્યા છે.

સરકારી પાણી પુરવઠા જૂથ યોજનાનું જ્યાંથી પાણી સપ્લાય આપવામાં આવે છે, તે કુવામાં પાણીનો સ્ત્રોત પુષ્કળ છે તથા મીની પાઇપલાઇન જ્યાંથી કાર્યરત કરવામાં આવી છે ત્યાં પણ પુષ્કળ પાણી છે. છતાં લોકો સુધી એકેય યોજનાનું પાણી નથી પહોંચી રહ્યું અને જે કૂવો ગામના નજીક આવેલો છે તે કુવામાં વરસાદનું સંગ્રહિત પાણી છે ગંદુ પાણી છે. તે પાણીનો ઉપયોગ હાલ લોકો પીવા માટે કરી રહ્યા છે. તથા તસવીરમાં તમે જોઈ શકો છો કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે લોકો દોરડાને ડબ્બો બાંધી અને પાણીમાં ડુબોડી પાણી ભરીને લોકો બહારથી કાઢતા નજરે પડી રહ્યા છે. તેવા ડાંગ જિલ્લામાં દરેક ગામડાઓમાં નલ સે જલ યોજના ૧૦૦% સક્સેસ બતાવવામાં આવી છે જે ઇસખંડી ગામે ૧૦૦% ઠપ યોજનાં સાબીત થઈ રહી છે.

જેથી લોકો સુધી પાણી નથી પહોંચી રહ્યું તેવો આક્ષેપ ગામ લોકોએ લગાવી રહ્યા છે. તથા પાણીના સમસ્યા બાબતને લઈને ઇસખંડી ગામની બહેનો રોષે ભરાઈ છે. હાથમાં દેગડો ધરી ડાંગ કલેક્ટર સાહેબ પાસે રૂબરૂમાં ફરિયાદ કરવા જવાનાં છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...