• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • In Dang, Dharmendrasinhji Jadeja Gave The Green Light To Avasar Rath; The Chariot Will Roll With The Signature Campaign Of 'I Will Vote'

મત જાગૃતિ અભિયાન:ડાંગમાં ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ અવસર રથને લીલી ઝંડી આપી; 'હું વોટ કરીશ'ના સિગ્નેચર કેમ્પેઇન સાથે રથ ફરશે

ડાંગ (આહવા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી વધારવા સાથે, જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા દ્વારા અવસર રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરાયા
જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામા નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય તથા લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે મિશન-2022 હાથ ધરવામાં આવ્યું છે. 'હું વોટ કરીશ' એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમા અવસર રથ ફરશે, અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર પી.એ. ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી. ચૌધરી, ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડ, આહવા મામલતદાર યુ.વી. પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામાં આવી
ઉલ્લેખનિય છે કે, ડાંગના આંગણે પધારેલા અવસર રથના માધ્યમથી આહવા તથા સુબિર તાલુકાના 13 જેટલા લો વોટર ટર્ન આઉટ ધરાવતા મતદાર ક્ષેત્રમા લોકશાહીના આ અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી. આ રથ આહવા તાલુકાના અંજનકુંડ અને સુકમાળ સહિત સુબિર તાલુકાના ઉગા (લવચાલી), મોટી કસાડ, ગિરમાળ, પીપલાઈદેવી, હિંદળા, ઈસખંડી, ઢોંગીઆંબા, દહેર, પોળસમાળ, બુરથડી અને ઢોલિયા ઉંબર ગામે ફર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...