ડાંગમાં ચૂંટણી બાબતે મારામારી:હું ભાજપનો લીડર છું તારે મારા વિસ્તારમાં આવવું નહીં, કહીં BSPના સામાજીક કાર્યકરને માર માર્યો

ડાંગ (આહવા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી પક્ષોની અથડામણોના કિસ્સાઓ સાંભળવા મળે છે. ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં માદલબારી ગામે રહેતા સોનુભાઈ પુનાભાઈ ચોર્યા અને ગારખાડી ગામે રહેતા ઇતરામભાઇ રાજ્યાભાઈ બહિરમ વચ્ચે આવનારી વિધાન સભાની ચૂંટણીને લઈને હાથાપાઇ થઈ હતી.

આ બાબતે સોનુભાઈ પુનાભાઈ ચોર્યાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. આ બાબતે આહવા પો.સ્ટે. દ્વારા ભાજપના ગારખડી વિસ્તારના અગ્રણી કાર્યકર્તા ઈતારામ વિરુદ્ધ આઇપીસીની કલમ 323,504,506(2) ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...