લવ જેહાદ વિરુદ્ધ હિંદુ સંગઠન લાલચોળ:ડાંગ જિલ્લાના હિંદુ સમાજ સંગઠને લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હિંદુ સમાજ સંગઠને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદા બનાવવા પત્ર લખી રજૂઆત કરી છે. સંગઠનોએ ડાંગ જિલ્લામાં લવ જેહાદ ચાલી રહ્યાનું જણાવ્યું હતું. ઉપરાંત હિંદુ સમાજ સંગઠને મુસ્લિમ તથા ખ્રિસ્તી સમાજ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા.

લવ જેહાદ કડક કાયદો બને તે માટેની માગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હિંદુ સમાજ સંગઠન દ્વારા મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ ઉપર આકરા પ્રહારો કરી લવ જેહાદ વિરુદ્ધ કડક અને મજબૂત કાયદો બનાવવા માગ કરી છે. આ સંગઠનો દ્વારા ડાંગ જિલ્લામા પણ લવ જેહાદ ચાલી રહ્યાનું જણાવવામા આવી રહ્યું છે. લવ જેહાદ કરનાર વ્યક્તિઓને ઇનામ પેટે પૈસા આપવામા આવી રહ્યાં હોવાનાં ગંભીર આરોપ લગાવવામા આવ્યા છે. સાથે જ ડાંગ જિલ્લામાં આવેલ મસ્જિદ, ચર્ચ, દેવળનું સરકારી ચોપડે ફરજીયાત રજીસ્ટ્રેશનની પણ માંગ કરી. દેશમા બહેનો સુરક્ષિત રહે અને નિર્ભય રીતના ફરી શકે તે માટેની માગ સાથે લવ જેહાદનો કડક કાયદો બને તે માટેની માગ આ સંગઠન દ્વારા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...