પૂર્ણા નદી ગાંડીતુર:ખોખરી ગામે ભારે વરસાદ, ચીકટીયા ગામમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખોખરી ગામે વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ આગળ વધતા નવસારી જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું હતું. - Divya Bhaskar
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખોખરી ગામે વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ આગળ વધતા નવસારી જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું હતું.
  • વર્ષો બાદ ગામમાં ભારેખમ પાણી ભરાયું

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની ખાપરી અને સુબીર તાલુકાની પૂર્ણા નદીનાં ધસમસતા નીર ખોખરી અને ચીકટીયા ગામમાં ફરી વળતા વ્યાપક નુકસાન થયું હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાનાં સુબીર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 209 મિમી (8.36 ઈંચ) વરસાદ ખાબકતા પૂર્ણા નદી ગાંડીતુર બની હતી.

સુબીર પંથકમાં પૂર્ણા નદી ગાંડીતુર બનતા આ નદીનો ધસમસતો પ્રવાહ ખોખરી ગામમાં ફરી વળતા અહી લોકોનાં ઘરોમાં પાણી ભરાયા હતા. આ સાથે હાલમાં જ રોપણી કરાયેલા ડાંગરનાં ક્યારાઓ ધોવાઈ જતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ડાંગનાં ખોખરી ગામે ઘરો સહિત આંગણવાડીનાં મકાનમાં પાણી ભરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાવાની સાથે વ્યાપક નુકસાનીનાં અહેવાલ સાંપડ્યાં છે. એજ રીતે બુધવારે આહવા તાલુકાની ખાપરી નદી પણ ધસમસતી જોવા મળી હતી. ખાપરી નદીનાં ધસમસતા વહેણ કાંઠે આવેલ ચીકટીયા ગામે પાણી ભરાઈ જતા દુકાનો સહિત ઘરોને વ્યાપક નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...