સતત ત્રીજા દિવસે વરસાદ:સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ

આહવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા દિવસે વરસાદ, નીલસાખ્યામાં સ્કૂલના ઓરડાની છત ઉડી

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સુબીર સહિત તળેટીય વિસ્તારમાં સોમવારે બપોર પછી વીજળીનાં કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની ગયું હતું.

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની ગયું હતું. સોમવારે મોડી સાંજે વરસાદે માહોલે ડાંગ દરબાર મેળાને પ્રભાવિત કર્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથક પાણીથી તરબતર બન્યો હતો.

ડાંગમાં સતત ત્રીજા દિવસે પડેલ કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થયું હતું. તો ભારે પવનથી નીલસાખ્યા સ્કૂલના ઓરડાની છત ઉડી ગઇ હતી. ગિ રિમથક સાપુતારામાં સતત ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ તૂટી પડતા અહીં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...