સર્વત્ર પાણીની રેલમછેલ:ડાંગમાં ભારે વરસાદ, 24 કલાકમાં સાપુતારામાં 3.52 ઇંચ ઝીંકાયો

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાપુતારામાં ભારે વરસાદથી માર્ગ સૂમસામ થઇ જવા પામ્યા હતા. - Divya Bhaskar
સાપુતારામાં ભારે વરસાદથી માર્ગ સૂમસામ થઇ જવા પામ્યા હતા.
  • આહવામાં 17, વઘઇમાં 16, સુબીરમાં 12 મિમી

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં પંથકોમાં ગુરૂવારે રાત્રિએ તથા શુક્રવારે સાંજનાં અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ગિરિમથક સાપુતારા, શામગહાન, બારીપાડા, નડગચોંડ, માળુંગા સહિતનાં સરહદીય ગામડામાં ગતરોજ ગુરુવારે રાત્રિનાં અરસામાં તથા શુક્રવારે સાંજનાં અરસામાં ધોધમાર સ્વરૂપનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગનાં સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે ગામોના આંતરિક માર્ગો પાણીથી ઉભરાયા હતા. જયારે ગુરૂવારે અને શુક્રવારે આહવા, વઘઇ અને સુબીર પંથકનાં ગામડામાં મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે અંબિકાનાં વહેણ ધસમસતા બન્યા હતા.

સાપુતતારા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે મોડી સાંજ સુધીમાં કોઈ નુકસાનીનાં અહેવાલો નહીં સાંપડતા તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી હતી. વરસાદી માહોલ અને ધુમ્મસીયા વાતાવરણમાં સાપુતારાનાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા એકલ દોકલ ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગના આહવામાં 17 મિમી, વઘઇમાં 16 મિમી, સુબીરમાં 12 મિમી, જ્યારે સાપુતારામાં સૌથી વધુ 88 મિમી (3.52 ઈંચ) નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...