કાર્યવાહી:સાપુતારાની હોટલોમાં જીએસટી વિભાગની રેડ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે રેડથી હોટલ ચાલકોમાં ફફડાટ
  • અધિકારીઓની ટીમે ચકાસણી હાથ ધરી

ડાંગનાં ગિરિમથક સાપુતારાની હોટલોમાં જી.એસ.ટી વિભાગ દ્વારા આકસ્મિક રેડ પાડતા હોટલિયરોમાં ફફડાટ મચી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલ લકઝરીયસ હોટલો સહિત હોમ સ્ટે બંગલાઓમાં અમુક હોટલિયરો અને બંગલા સંચાલકો દ્વારા પ્રવાસીઓ પાસે આડેધડ ભાડું વસૂલી જી.એસ.ટીની ચોરી કરી રહ્યાની વિગતો ધ્યાનમાં આવવા પામી હતી. રવિવારે જી.એસ.ટી વિભાગનાં અધિકારીઓ દ્વારા સવારથી જ અનેક હોટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી રેડ કરતા હોટલિયરોમાં ફફડાટ મચી ગયો હતો.

ગુજરાત જી.એસ.ટી વિભાગનાં અધિકારીઓએ ટીમો બનાવી દરેક હોટલોમાં મોડે સુધી હિસાબોનાં સરવૈયાની ચકાસણી હાથ ધરી હતી. સાપુતારાની હોટલો સહિત મોટી રેસ્ટોરા, હોમ સ્ટે બંગલાઓમાં મોડી સાંજ સુધી ચાલેલી જીએસટી વિભાગની રેડમાં જીએસટી ચોરીની વિગતો જાહેર કરાઈ ન હતી. અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે રજાના દિવસે ગિરીમથકમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...