તપાસ:કોન્સ્ટેબલના બદલે લાંચ લેતો જીઆરડી ઝડપાયો, એસીબીએ છટકુ ગોઠવી રંગે હાથ પકડ્યો

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઘઇ તાલુકાના એક શખસ પાસે વઘઇ પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ગંભીરભાઈ વસાવાએ હપ્તા પેટે મહિને 10 હજારની લાંચની માંગણી કરી હતી. રકઝક બાદ પાંચ હજાર આપવાનું નક્કી થયું હતું. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતો નહીં હોય જેથી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીનાં સુપરવિઝન અધિકારી એન.પી.ગોહીલ મદદનીશ નિયામક એસીબી સુરતનાં માર્ગદર્શન મુજબ ટ્રેપીંગ અધિકારી પીઆઈ ડી.એમ વસાવા, કે.આર.સક્સેના સહિત એસીબી સ્ટાફ દ્વારા છટકુ ગોઠવ્યું હતું.

અહીં પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વસાવા અને જીઆરડી કમલેશભાઈ ગાયકવાડ સરકારી વાહનમાં લાંચ લેવા માટે સ્થળ પર જઇ કોન્સ્ટેબલે લાંચની રકમ જીઆરડીને આપી દેવાનું કહી ગયા બાદ એસીબીની ટીમે લાંચ લેનાર જીઆરડીને ઝડપી પાડી પો.કો.ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...