પાર-તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં વિરોધમાં આદિવાસી સંગઠનનાં નેજા હેઠળ આહવામાં મહાસભા યોજાશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે અગાઉ બજેટમાં પાર-તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં જોડાણની મંજૂરી આપતા દક્ષિણ ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. પાર-તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો દિવસે ને દિવસે વિરોધ વધતા રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપાનાં અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત મુકવાની જાહેરાત કરી દીધી છે પરંતુ આદિવાસી સંગઠનો દ્વારા આ યોજના સ્થગિતની જગ્યાએ કાયમી ધોરણે રદ કરવાની માંગ કરી છે. 10મીને મંગળવારે આહવાનાં રંગઉપવનમાં આદિવાસી સમાજનું અસ્તિત્વ એવા જળ જંગલ, જમીન બચાવવાનાં હેતુથી આદિવાસી સંગઠનોનાં નેજા હેઠળ જનસભા યોજાશે.
આહવામાં આદિવાસી સંગઠનો દ્વારા પાર-તાપી, નર્મદા લિંક પ્રોજેક્ટ, વેદાંતા ઝીંક પ્રોજેકટ, કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીનો કોરિડોર ફોર લેન રસ્તો, ટાઈગર અને લેપર્ડ સફારી પાર્કનો વિરોધ કરાશે. આવનાર દિવસોમાં સરકાર આદિવાસી સંગઠનોની માંગણીઓને નજરઅંદાજ કરી સ્વીકારશે કે કેમ તે સમય જ બતાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.