આમ કેમ ભણશે ગુજરાત?:ડાંગની એક માત્ર સરકારી કોલેજ ખાતે પારાવાર મુશ્કેલીઓ; વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી

ડાંગ (આહવા)એક મહિનો પહેલા

ડાંગ જિલ્લાની એકમાત્ર સરકારી કોલેજ આહવાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુશ્કેલીઓને લઈને વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ છે. કોલેજનું મકાન ખંડેર હાલત છે. લાઈટ-પંખા અને વીજ કનેક્શન તૂટેલી હાલતમાં છે. વોશરૂમ એરિયા પણ તૂટેલા નળ-ટબ અને સ્વચ્છતાના અભાવે ગંદકી ફેલાવી રહ્યા છે. ચોમાસા દરિયાન વર્ગખંડમાં પાણી ટપકતા આવી સ્થિતિમાં જ ભણવું પડે છે.

રજૂઆતનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી
વધુમાં વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં ઝડપી પરિવર્તનો થાય છે, ત્યારે આહવા કોલેજનું પરિવર્તન ક્યારે થશે અને પડતી મુશ્કેલીઓનો હલ આવે તે માટે રજૂઆત કરી હતી. ડાંગના લગભગ મોટા ભાગના વિદ્યાર્થી કોલેજ અભ્યાસ માટે આહવા ખાતે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...