પેટ્રોલપંપ પર ઠગાઈ:સાપુતારાનાં પેટ્રોલપંપ પર ઓછું પેટ્રોલ નાંખી ઠગાઇ કરાતા વાહન ચાલકોનો હલ્લાબોલ

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આવેલ પેટ્રોલપંપ પર વાહનોમાં ઓછું પેટ્રોલ નાંખી ઠગાઈ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.ગતરોજ મહારાષ્ટ્ર રાજ્યનાં વાહનચાલકોએ પોતાના વાહનોમાં રૂ. 410નું પેટ્રોલ પુરાવ્યું હતું. જે પેટ્રોલને પ્લાસ્ટીકની બોટલમાં કાઢી જોતા છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અહી વાહનચાલકોએ ઠગાઈ મુદ્દે હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. બાદમાં મહારાષ્ટ્રનાં વાહનચાલકોએ તેઓ સાથે ઠગાઈ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો કરતા હોબાળો મચી ગયો હતો.

સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો દ્વારા વાહનોમાં ઓછુ પેટ્રોલ-ડીઝલ નાંખી છેતરપિંડી કરાઈ રહ્યાની ફરિયાદો ઘણા સમયથી ઊઠી હતી પરંતુ ગતરોજ ગ્રાહકોએ આ સંચાલકોની ઠગાઈને ખુલ્લી પાડતા કૌભાંડ બહાર આવ્યું છે. જેથી ડાંગ વહીવટી તંત્ર સાપુતારા પેટ્રોલ પંપનાં સંચાલકો સામે કમર કસી કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...