'મેઘમલ્હાર પર્વ 2022':ગિરિમથક સાપુતારા ખાતે આવતીકાલથી ફેસ્ટીવલનો પ્રાંરભ, પર્યટકોને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

ડાંગ (આહવા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના માટે યોજાશે 'મેઘમલ્હાર પર્વ'
  • પર્યટકોને વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક એક્ટિવિટી સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પણ લ્હાવો મળશે

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર તા.30/07/2022 ના રોજ સવારે 9 વાગ્યે, બોટિંગ હાઉસના પટાંગણમા આયોજિત મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ) ના ઉદ્ઘાટન સમારોહમાં, રાજ્યના પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, માર્ગ મકાન, અને વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂરણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી-વ-ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, અને વાહન વ્યવહાર રાજયમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે.

આજે જે પ્રકલ્પ પ્રજાર્પણ કરાશે તેમાં મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. તો તા.19/08/2022ને જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે.

આ ઉપરાંત સમગ્ર પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

અન્ય સમાચારો પણ છે...