રાજ્યના દક્ષિણ છેડે આવેલો ડાંગ જિલ્લો વર્ષના આરંભ સાથે કુદરતી સૌંદર્ય પાથરતો જાય છે. ચોમાસાનું મધ્યાંતર આવતા આવતા સંપૂર્ણ ડાંગ જિલ્લો લીલી વનરાજી અને ઝરણાઓથી ખીલી ઉઠે છે. ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન એવું સાપુતારા ચોમાસામાં ચારેકોર સૌંદર્ય પાથરે છે.
ગુજરાતના કાશ્મીરમાં યોજાશે મોનસુન ફેસ્ટિવલ
ચોમાસાની ઋતુ પ્રારંભ થતા જ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઈ જાય છે. દર વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ ફેસ્ટીવલનું રંગે ચંગે આયોજન કરવામાં આવે છે. એવી જ રીતે હાલ ચોમાસાની ઋતુ હોઇ દર વર્ષની જેમ મોનસુન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી પ્રવાસીઓ સાપુતારાના વાદળીયા વાતાવરણમાં ફેસ્ટીવલની મઝમણવા માટે આવે છે.
મુખ્યમંત્રી દ્વારા થશે "મેઘ મલ્હાર 2022"પર્વ નું ઉદ્દઘાટન
સાપુતારા ખાતે યોજાનાર મેઘ મલ્હાર પર્વનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ એક મહિના ચાલનારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે વિવિધ મનોરંજન પૂરું પડતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત ભરથી અને સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આગામી 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી એક મહિના માટેનું આયોજન પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરાયું છે.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.